અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરો પર ધુમ્મસની ચાદર છવાયેલી હોવાથી વિઝિબિલિટી ઘટીને લગભગ શૂન્ય થઈ ગઈ હતી. સવારના સાત વાગ્યા સુધી પણ રાત્રી જેવો માહોલ જોવા મળ્યો હતો અને રસ્તા પર એટલી હદે વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી હતી કે લગભગ 5 થી 10 ફૂટનું અંતર કાપીને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
# Ahmedabad # Fog pic.twitter.com/PKxoi9ADJ5
— Rizwan GS (@Gs1Rizwan) January 30, 2023
જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ હતું
અમદાવાદ શહેરની એવી હાલત હતી કે જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમ્મસ જ દેખાતું હતું. વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. લોકોએ હાઈવે પર પણ આફતનો સામનો કરવો પડ્યો હતો.