HomeGujaratઅમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો.

અમદાવાદનું વાતાવરણ એકાએક અંધારું થઈ ગયું છે અને ચારે બાજુ કાળા વાદળો છવાઈ ગયા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે, ભોપાલ, ઘુમા, પ્રહલાદનગર, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બપોરના કાળઝાળ ગરમી બાદ વરસાદની શરૂઆત થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે. હવામાન વિભાગે આજે પણ ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે. 13મીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 13મીએ વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે.

લો પ્રેશરને કારણે બંગાળમાં વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયે અમદાવાદમાં ગરમી વધી છે. અમદાવાદમાં હાલ તાપમાન 38 ડિગ્રી છે. ગાંધીનગર અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની તીવ્રતા સાથે જોરદાર પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  126 દિવસમાં કેદારનાથ ધામની યાત્રામાં તીર્થયાત્રીઓની 11 લાખ ને પાર

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્ય દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરને કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે રાજ્યના 16 જિલ્લામાં વરસાદની સંભાવના છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડું આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પારડીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં 2 ઈંચ, ઉમરપરામાં 1.5 ઈંચ, ચીખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદે લોકોને ગરમીથી રાહત આપી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News