HomeGujaratગુજરાત ચૂંટણી 2022: ઉમેદવાર માટે દિયોદર વિધાનસભા બેઠકનો વિવાદ

ગુજરાત ચૂંટણી 2022: ઉમેદવાર માટે દિયોદર વિધાનસભા બેઠકનો વિવાદ

બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં ભાજપની ટિકિટને લઈને રાજકારણ ગરમાયું છે. દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટિકિટ આપવાની ઓફર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત મૌરી મંડળ અને જિલ્લાના 24 દાવેદારો ગઈકાલે સીઆર પાટીલને મળ્યા હતા અને ફરિયાદ નોંધાવી હોવાનું ચર્ચાય છે.

ભાજપના 24 દાવેદારોમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ ન હોવાના કારણે રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે કેશાજીને ટીકીટ નહીં આપવાનું કહેતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કેશાજી ચૌહાણ 2012ની ચૂંટણી જીત્યા બાદ મંત્રી બન્યા હતા. 2017માં કેશાજી ચૌહાણ કોંગ્રેસના શિવભાઈ ભુરિયા સામે હારી ગયા હતા. કેશાજી ચૌહાણના રાજકારણને ખતમ કરવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યાની ચર્ચાઓથી રાજકારણ ગરમાયું છે.

29efe561dac47bfbbeaf68500c4a3fa2166426352090173 original

11aaed0e39b1ad796643d9b290c3f9e8166426354457173 original

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News