જામનગર જિલ્લાના ધ્રોલ-ટંકારા હાઈવે રોડ પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતની વિગત એવી છે કે પડધરી જિલ્લાના થોરીયાળી ગામનો 38 વર્ષીય મહેશ રાયધનભાઈ બોરીચા તેની બોલેરો પીકઅપ વાનમાં ધ્રોલથી ટંકારા જઈ રહ્યો હતો. જેમાં તેને રમણીકભાઈ અને હંસાબેન નામના બે લોકો મળ્યા હતા.
સામેથી આવતી એક કારે બોલેરોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો ચાલક મહેશ સહિત અંદર બેઠેલી એક મહિલા હંસાબેન અને રમણીકભાઈને ઈજા થઈ હતી.
બોલેરો ચાલકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચાર
- સુરત: પોલીસે 10 લાખના ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી
- અમદાવાદ : 16 મહિના ના બાળકના ફેફસા ની ગાંઠ સફળતા પૂર્વક દૂર કરી