HomeGujaratવિરાટ કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બન્યો અને...

વિરાટ કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બન્યો અને ભુવનેશ્વર કુમારે સૌથી વધુ વિકેટ લીધી

એશિયા કપ 2022: ભારતીય ટીમ સુપર 4માં ખરાબ પ્રદર્શનના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ વિરાટની આ શાનદાર ઈનિંગે બધાના દિલ જીતી લીધા છે. વિરાટ કોહલીએ ગઈ કાલે રાત્રે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં 122 રનની શાનદાર ઇનિંગ રમીને કારકિર્દીની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ સાથે વિરાટ માટે એક સારા સમાચાર પણ છે. વિરાટ એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીએ આ એશિયા કપ 2022 સીઝનમાં 5 મેચ રમી છે, જેમાં 92ની એવરેજ અને 147.59ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા છે, તેણે 20 ચોગ્ગા સાથે કુલ 11 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ કોહલીનો આ તાજ પાકિસ્તાની ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ટુંક સમયમાં જ છીનવી શકે છે. રિઝવાનના હાલ ટુર્નામેન્ટમાં 212 રન છે અને તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. રિઝવાનને હજુ એશિયા કપમાં ફાઈનલ સહિત બે મેચ રમવાની છે, જો તે આ મેચોમાં સારી બેટિંગ કરશે તો તે કોહલી પાસેથી તાજ છીનવી શકે છે.

એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી –

વિરાટ કોહલી – 276 રન
મોહમ્મદ રિઝવાન – 212 રન
ઈબ્રાહિમ ઝદરાન – 196 રન
કુસલ મેન્ડિસ – 155 રન
રહેમાનુલ્લા ગુરબાઝ – 152 રન

ખાસ વાત એ છે કે ભારત ભલે એશિયા કપમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ આ ટૂર્નામેન્ટમાં બેટિંગની સાથે બોલિંગ પર પણ ભારતીયોનો કબજો છે. ભુવનેશ્વર કુમારે હાલમાં એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટ ઝડપી છે.

એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર –

ભુવનેશ્વર કુમાર – 11 વિકેટ
મોહમ્મદ નવાઝ – 8 વિકેટ
મુજીબ ઉર રહેમાન – 7 વિકેટ
શાદાબ ખાન – 7 વિકેટ
રાશિદ ખાન – 6 વિકેટ

વિરાટે 1021 દિવસ બાદ સદી ફટકારી
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે 61 બોલમાં અણનમ 122 રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ પછી તેણે બેટથી સદી ફટકારી. આ પહેલા નવેમ્બર 2019માં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.

માર્ટિન ગુપ્ટિલ પાછળ રહી ગયો…
આ સાથે કિંગ કોહલીના T20 ઈન્ટરનેશનલમાં 3584 રન છે. તે માર્ટિન ગુપ્ટિલ પછી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News