HomeGujaratઆનંદનગરના ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી

આનંદનગરના ઈન્ફીનિટી ટાવરના બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરી

આનંદનગર વિસ્તારમાં આવેલી રમાડા હોટલ પાસે આવેલી ઇન્ફિનિટી ટાવરની બી વિંગની ઓફિસમાંથી 10 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઓફિસના સંચાલકે રવિવારે સાંજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

નવરંગપુરાના નારકલી એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય વિજયકુમાર ભજનલાલ સદાણી ઈન્ફિનિટી ટાવરની બી વિંગમાં ઓફિસ સાથે અનુરિકા મેનેજમેન્ટ કંપની ચલાવે છે.

ગત શનિવારે સાંજે ઓફિસ બંધ કરીને કર્મચારીઓ નીકળી ગયા હતા. દરમિયાન રવિવારે સવારે બાજુની ઓફિસમાં ફરજ બજાવતા શનિ પંચાલે ફરિયાદીના સ્ટાફને ફોન કરી બે ઓફિસના તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી. ઘટના બાદ તસ્કરો ફરિયાદીની ઓફિસના બે ડ્રોઅરમાંથી રૂ.9.75 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News