HomeGujaratગીર-સોમનાથના દરિયામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદના કારણે 15 બોટ ડૂબી

ગીર-સોમનાથના દરિયામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદના કારણે 15 બોટ ડૂબી

  • જિલ્લા કલેક્ટરે જાણકારી આપીને જણાવ્યું કે 4 માછીમારો ને બચાવી લેવામાં આવ્યા છે.

 

ગુજરાત માં છેલ્લા 3 દિવસ થી વાતાવરણ માં પલટો આવ્યો છે જયારે રાજ્ય માં અનેક જગ્યા એ હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે, ત્યારે ગીર સોમનાથના દરિયા માં મોડી રાત્રે  15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી છે. એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાની સંભાવના છે, જિલ્લા કલેક્ટરે જાણકારી આપીને જણાવ્યું કે 4 માછીમારો ને બચાવી લેવામાં આવ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટબનસ ના કારણે રાજ્યના વાતાવરણ માં પલટો આવ્યો છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદ ની આગાહી કરી હતી અને સાથે સાગરખેડુ ઓને દરિયો ના ખેડવા સૂચના આપી હતી. છેલ્લા 24 કલાક માયા સૌથી વધુ સુરત ના ઉમરપાડા માં 6 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે, જ્યારે ખેરગામ, ઉમરગામ, મહુવા અને પલસાણા માં 3 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી હતી.

આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. જેના કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News