HomeGujaratસુરેદ્રનગરમાં ફાયર સેફટી મામલે ત્રણ બિલ્ડિંગની 16 દુકાનો સીલ

સુરેદ્રનગરમાં ફાયર સેફટી મામલે ત્રણ બિલ્ડિંગની 16 દુકાનો સીલ

સુરેન્દ્રનગર-દુધરજ-વઢવાણ નગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી.મામલે નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી ન કરનાર હાઈરાઈઝ ઈમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા 11 દુકાનોને સીલ માર્યા બાદ મંગળવારે વધુ 16 દુકાનોને સીલ કરવામાં આવી છે.

સરકારે બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવા માટે પાલિકા પાસેથી એનઓસી લેવું ફરજિયાત બનાવ્યું છે. તેમ છતાં સુરેન્દ્રનગર શહેરની કેટલીક બિલ્ડીંગોમાં ફાયર સીસ્ટમ લગાવવામાં વિલંબ થતા પાલિકા દ્વારા નોટીસ મોકલવામાં આવી હતી. નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીમાં બેદરકારી દાખવતા રહેણાંક અને દુકાનો, મિશ્ર કોમર્શિયલ બિલ્ડીંગ સાથે રહેણાંક મકાનો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ રિજનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા આવી બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે-ત્રણ દિવસ પહેલા 11 દુકાનોને સીલ કર્યા બાદ મંગળવારે પણ આ કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. જેમાં દૂધરેજ કેનાલ પાસે રહેણાંક-કોમર્શિયલ બિલ્ડિંગ શક્તિ શુક્રની ચાર દુકાનોને સીલ મારવામાં આવી હતી. ઓવરબ્રિજ નીચે ઉપવન બિલ્ડીંગની આઠ દુકાનોને સીલ મારવામાં આવી હતી. જ્યારે અલંકાર રોડ પર એવન્યુ બિલ્ડીંગમાં ચાર દુકાનોને સીલ મારવામાં આવી હતી. શક્તિ શુક્ર ભવનમાં દુકાનો સીલ કરવાની કાર્યવાહી દરમિયાન આસપાસના રહીશો અને લોકો એકઠા થઈ ગયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અત્યાર સુધીમાં 27 દુકાનોને સીલ કરી ફાયર સેફ્ટીની સુવિધા ન લગાવનાર બિલ્ડિંગ માલિકોને કડક સંદેશ આપ્યો છે. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે તેમ જણાવાયું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News