HomeGujaratઅમદાવાદમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી

અમદાવાદમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી

અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રીની હાજરીમાં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. જેના કારણે વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા’ પર રહેતા આ પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે અને ત્યાર બાદ સમયાંતરે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી સ્થળાંતર કરીને ભારતના વિવિધ રાજ્યોમાં સ્થાયી થયેલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે.

કલેક્ટરને 23-12-2016 થી નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1,032 પાકિસ્તાની હિન્દુઓને કલેક્ટર દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. હાલમાં, લગભગ 3,500 પાકિસ્તાની હિન્દુઓ ‘લાંબા ગાળાના વિઝા’ પર અમદાવાદમાં રહે છે.

તેઓ ‘લાંબા ગાળાના વિઝા’ પર સાત અને બાર વર્ષ પછી ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. અમદાવાદ દેશનું એવું શહેર છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા આપવામાં આવી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News