HomeGujaratધોરણ 10નું 65.18% પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ

ધોરણ 10નું 65.18% પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ 2020માં લેવાયેલ માધ્યમિક બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષાનું 65.18% પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. આજે જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.

content image a92ddc2c 97f0 4308 a935 d16c90886fbc

આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 7,72,771 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રમાણપત્ર માટે હાજર રહેલા 5,03,726 ઉમેદવારોમાંથી નિયમિત ઉમેદવારોનું પરિણામ 65.18% છે. રિપીટર ઉમેદવારો તરીકે 1,40,485 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું જેમાંથી 1,33,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 41,063 ઉમેદવારો 30.75 ટકા પરિણામ સાથે પાસ થયા છે. વધુમાં, ખાનગી ઉમેદવારો તરીકે નોંધાયેલા કુલ 17,944 ઉમેદવારોમાંથી 15,007 ઉમેદવારોએ હાજરી આપી હતી. જેમાંથી 2,557 ઉમેદવારો પ્રમાણપત્ર માટે પાત્ર છે. તેનું પરિણામ 17.04% આવ્યું છે.

content image 2a6ce4c3 fec8 490f a07d 8a272389d75a

ધોરણ 10 ના બોર્ડમાં 100% પરિણામ સાથે 294 શાળાઓ છે જ્યારે 1007 શાળાઓનું પરિણામ 30% કરતા ઓછું છે. 121 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું.

ધોરણ-10 બોર્ડનું 65.18% પરિણામ જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 54.29% છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પરિણામ 63.18 ટકા અને ગ્રામ્ય અમદાવાદનું પરિણામ 63.98 ટકા આવ્યું છે. અન્ય શહેરોના પરિણામો પર નજર કરીએ તો ગાંધીનગર શહેરનું 65.83%, વડોદરા શહેરનું 75.64 ટકા, રાજકોટ શહેરનું 72.86 ટકા, જામનગર શહેરનું 69.68% અને જૂનાગઢ શહેરનું 66.25% પરિણામ આવ્યું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News