ગાંધીધામના મીઠીરોહર પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. મજૂરોને લઈ જઈ રહેલી રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં બે કામદારોના મોત થયા હતા. મજૂરોને લઈ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે અથડાતા રિક્ષા પલટી ગઈ હતી.
આ કરૂણ અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
અકસ્માત સર્જનાર ડ્રાઇવર સેરગેઈ વાહન છોડીને ભાગી ગયો હતો. અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, મુસાફરો ભરેલી રિક્ષા ગાંધીધામથી મીઠીરોહર નજીક મીઠીરોહર તરફ જઈ રહી હતી.
અજાણ્યા કાર ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષામાં સવાર મુસાફરો રોડ પર જ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 થી વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે
અન્ય સમાચાર
- હિજાબ વિવાદ પર હવે મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
- ગુજરાત AAP અને BTP નેતાઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે