ગુજરાત હાઈકોર્ટે રાજ્યના નેતાઓ સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં રાજકારણીઓ સામે ફોજદારી કેસોના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત હાઈકોર્ટે નેતાઓ સામેના ફોજદારી કેસોનો વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા પૂછ્યું કે રાજકારણીઓ સામેના કેસ આટલા લાંબા સમયથી કેમ પેન્ડિંગ છે?
સુપ્રીમ કોર્ટે પણ ફોજદારી કેસોને ઝડપથી ચલાવવાનો આદેશ આપ્યો છે
ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્યમાં રાજકારણીઓ સામેના કેસ ઝડપથી પૂર્ણ કરવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત નેતાઓ સામેના ફોજદારી કેસનો વિગતવાર અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે દેશના નેતાઓ સામેના અપરાધિક કેસોને ઝડપી લેવા અને ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.