HomeGujaratમાલધારી સમાજે આજથી દૂઘ ના વેચવાના સંકલ્પ સાથે આંદોલન

માલધારી સમાજે આજથી દૂઘ ના વેચવાના સંકલ્પ સાથે આંદોલન

અમદાવાદ માલધારી સમાજ દ્વારા આજે 21મીને બુધવારે દૂધ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ત્યારે ગઈકાલે બપોર બાદ રાજ્યમાં લોકોમાં એવી કાનાફૂસી થઈ હતી કે બુધવારે દૂધ નહીં મળે. જેના કારણે મંગળવારે મોટાભાગના લોકોએ બુધવાર માટે દૂધનો સંગ્રહ કર્યો હતો. જોકે આજે સવારે દૂધ રાબેતા મુજબ ઉપલબ્ધ છે.

અમદાવાદ, વડોદરા જેવા રાજ્યના મોટા શહેરોમાં દૂધનું વેચાણ થઈ રહ્યું છે. લોકોને કોઈપણ સમસ્યા વિના સરળતાથી દૂધ મળી રહ્યું છે.

જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સરકારે માત્ર એક માંગણી સ્વીકારી છે પરંતુ સમાજ ઇચ્છે છે કે સરકાર અમારી તમામ 11 માંગણીઓ સ્વીકારે. વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે બુધવારે સ્ટ્રે એનિમલ કંટ્રોલ બિલ પાછું ખેંચાય તેવી શક્યતા છે.

રાજ્યમાં રખડતા પશુઓ પરના અત્યાચાર અંગે હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો બનાવ્યો હતો. સરકાર તરફથી રાહતની અપેક્ષા સામે કડક કાયદાનો અમલ કરવાની જાહેરાત કરતા માલધારી સમાજે સરકાર સામે મોરચો ખોલ્યો છે. માલધારી સમાજે 21મીએ દૂધ હડતાળ અને 22મીએ ગાયોને ગોળ ખવડાવવાની જાહેરાત કરી છે.

સુરતમાં બુધવારે માલધારી સમાજના આંદોલનના નામે અસામાજિક તત્વોએ સુમુલ ડેરીની બહાર દૂધની ગાડી રોકીને અંદરથી દૂધ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કેટલાક અસામાજિક તત્વોએ દૂધની કેટલીક થેલીઓ હવામાં ફેંકી હતી. આ દરમિયાન દૂધના કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દૂધની ગાડીના કાચ તૂટી ગયા હતા. કેરેટ દૂધ રસ્તા પર ફેંકવામાં આવ્યું હતું. જોકે, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News