HomeGujaratસગીર મિત્રોનું કારસ્તાન, નજીવી બાબતમાં મિત્રની માતા પર એસિડ ફેંક્યું

સગીર મિત્રોનું કારસ્તાન, નજીવી બાબતમાં મિત્રની માતા પર એસિડ ફેંક્યું

 

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ત્રણ સગીરોએ અન્ય સગીર સાથે રમવાની ના પાડી અને તેને ઘરની બહાર ફેંકી દીધો. તો સગીરે જણાવ્યું કે તેની માતા તેના ત્રણ મિત્રોને હેરાન કરતી હતી. સગીરની માતા ત્રણ મિત્રોને સમજાવવા ગઈ હતી.

આ દરમિયાન ત્રણમાંથી બે મિત્રો ગુસ્સે થઈ ગયા અને મિત્રની માતા પર એસિડ ની બોટલ ફેંકી દીધી. મહિલાને શરીર અને મોઢામાં સોજો આવી જતાં તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહિલાએ બંને સગીર વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રખિયાલના સંજયનગરમાં એક મહિલા તેના ત્રણ બાળકો અને પરિવાર સાથે રહે છે. મંગળવારે બપોરે તેનો નાનો પુત્ર ઘર પાસે રમી રહ્યો હતો અને મહિલા તેના ઘરમાં કામ કરી રહી હતી. દરમિયાન પડોશમાં રહેતા ત્રણ સગીરોએ ત્યાં રમવાની ના પાડતાં ફરિયાદીના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તે ઘરે પહોંચ્યો અને તેની માતાને ફરિયાદ કરી કે પાડોશમાં રહેતા તેના ત્રણ મિત્રો તેને હેરાન કરે છે.

જેથી ફરિયાદી મહિલા તેના ઘરે જઈને ત્રણેય સગીરોને સમજાવી રહી હતી. જ્યાં ત્રણ સગીર મિત્રોએ પણ ફરિયાદીને માર માર્યો હતો. જેથી ફરિયાદી મહિલાએ ત્રણેય સગીરોને તેમના પિતાને ફરિયાદ કરવા જણાવ્યું હતું. જેથી ત્રણ પૈકી બે સગીર ઉશ્કેરાઈ ગયા હતા અને ઘરેથી એસિડ ભરેલી બોટલ લાવીને છાંટી દીધી હતી.

આ પણ વાંચોઃ ઇંધણના ભાવ વધારા વચ્ચે યોગ ગુરુ રામદેવની ભારતીયો માટે સલાહ: મોંઘવારીનો સામનો કરવા સખત મહેનત કરો

આ ઘટનામાં મહિલાના શરીરની સાથે મોઢામાં પણ સોજા આવી ગયા હતા. જેના કારણે ત્રણેય સગીર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. સાથે જ ફરિયાદીને તાત્કાલીક શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં બંને સગીર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News