HomeGujaratઅમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

અમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના અવસર પર ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી 29 અને 30 સપ્ટેમ્બરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદના થલતેજથી વસ્ત્રાલ ગામ જવાના રસ્તે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. હેલ્મેટ સર્કલથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે.

આ ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં પણ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવાના છે અને તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

content image 4689b2cc 172a 4063 b643 c0b7ada29830

થલતેજ-વસ્ત્રાલ રોડના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મેટ્રો ટ્રેન 6.53 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ રૂટ પર દોડશે. ભૂગર્ભ માર્ગમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.

થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ 6 વે, સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર સ્ટેશન, કાંકરિયા પૂર્વ, ગાર્મેન્ટ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, થલતેજ-વસ્ત્રાલ પૂર્વ-પશ્ચિમમાં સતત ક્રોસ કોરિડોર રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવાશે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News