HomeGujaratઅમદાવાદઃ ચાંદખેડામાં સ્મશાન નજીક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

અમદાવાદઃ ચાંદખેડામાં સ્મશાન નજીક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવાનની લાશ તળાવમાંથી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાંથી યુવકની લાશ મળી

ચાંદખેડા વિસ્તારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. ચાંદખેડા સ્મશાન નજીકના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. યુવકનું તળાવમાં પડી જવાથી મોત થયું કે તેની હત્યા કરવામાં આવી? પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. તેમજ ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

ગઈકાલે લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વાસણા બેરેજ પાસેની ઝાડીમાં એક યુવકનો મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું મોત કુદરતી કારણોસર થયું છે કે કેમ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. જે રીતે યુવકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળ્યો હતો તે જોતા તેની હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News