અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ગોધરા હાઈવે નજીક વાવડી ખુર્દ પાસે ખાનગી બસ રોડની સાઈડમાં પલટી ગઈ હતી. બસમાં સવાર 30 મુસાફરો ઉપરાંત નાની-મોટી ઈજાઓ થઈ છે. અકસ્માતમાં ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસ અચાનક પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ રોડની બાજુમાં પલટી ગઈ. જેના કારણે બસમાં સવાર 30 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.