HomeCOVID-19AMTS-BRTSના 50% મુસાફરોના નિયમથી અમદાવાદીઓ રઝળતા જોવા મળ્યા!!

AMTS-BRTSના 50% મુસાફરોના નિયમથી અમદાવાદીઓ રઝળતા જોવા મળ્યા!!

હાલાકી

વધતાં કોરોના કેસ ની વચ્ચે સરકાર જુદા જુદા પ્રતિબંધોને કારણે જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે સરકારની જુદી-જુદી નીતિ થી જનતા પરેશાન છે અને તેમને કોઈ રસ્તો જાડી રહ્યો નથી આવો‌ જાણીએ સમગ્ર મામલો?

જનતા મુશ્કેલીમાં

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ઘણા બધા પ્રતિબંધો લગાવવામાં આવ્યા જેમાંથી એક હતું બીઆરટીએસ એએમટીએસ માં 50 ટકા મુસાફરો સાથે મુસાફરી,પરંતુ જ્યારે આજે આ નિર્ણય પર અમલ કરવાનો વારો આવ્યો ત્યારે જનતા મુશ્કેલી મુકાઈ ગઈ અને તમામ બસો શરૂઆતના સ્ટેશન થી શરૂ થઈ પોતાના અંતિમ સ્ટેશન સુધી ચાલવા લાગી જેથી એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો અને તેમને મોંઘવારીના માર વચ્ચે પ્રાઇવેટ રીક્ષાના મોંઘા ભાડા આપી મુસાફરી કરવાનો  વારો આવ્યો.

વિદ્યાર્થીઓ રઝળતા જોવા મળ્યા

એએમટીએસમાં અને બીઆરટીએસમાં મોટાભાગના મુસાફરો સામન્ય વગૅ‌ અથવા ‌નીચા‌વગૅ માંથી આવે છે આ લોકો પોતાના રોજિંદી જિંદગીમાં એએમટીએસ અને બીઆરટીએસ નો ઉપયોગ લાઇફ લાઇન તરીકે કરે છે પરંતુ સરકારના નિયમ પછી તેમની લાઇફ લાઇનને બ્રેક લાગી ગઈ  છે આજે અમદાવાદના જુદા જુદા સ્ટેશનો પર ઘણી બધી ભીડ જોવા મળી પરંતુ કોઈને બસોમાં ચડવા દેવા માં આવ્યા નથી ઘણા બધા વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે અને કોલેજ જવા માટે રઝળતા જોવા મળ્યા અને‌ અંતે  લોકો  મોંઘા ભાડા આપી  પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા.

કોરોના સામન્ય વગૅનો જીવ લેશે??

સામાન્ય સ્થિતિઓમાં પણ એએમટીએસ અને બીઆરટીએસ બસોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળે છે અને મોટી સંખ્યામાં મુસાફરો જોવા મળે છે ત્યારે સરકારના 50 ટકા મુસાફરો વાળા નિયમથી મોટાભાગના તમામ મુસાફરો અવઢવમાં મુકાયા છે અને સરકાર દ્વારા પણ વધારે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી ત્યારે પ્રશ્ન થાય છે શું આ કોરોના સામન્ય વગૅનો જીવ લેશે??

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News