HomeGujaratવડોદરામાં શિક્ષણ સમિતિના ચોથા વર્ગના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા છેલ્લા ૧૧ દિવસથી...

વડોદરામાં શિક્ષણ સમિતિના ચોથા વર્ગના ૫૭૦ કર્મચારીઓને કાયમી કરવા છેલ્લા ૧૧ દિવસથી ચાલતું આંદોલન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા 20 વર્ષથી ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી ન કરવાના વિરોધમાં છેલ્લા 11 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને ધરણા શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી.

દરમિયાન ગઈકાલે વડોદરા કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં વર્ગ-4ના કર્મચારીઓને કાયમી કરવાની માંગને ન્યાય આપવા વિરોધ પક્ષ કોંગ્રેસે રજુઆત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે 2019માં લેબર કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દરેકને કાયમી કરવામાં આવે અને તેમના અધિકારોનું સમર્થન કરવામાં આવે. શિક્ષણ સમિતિની જનરલ બોર્ડે પણ આ અંગે ઠરાવ પસાર કરીને કોર્પોરેશનની આખી સભામાં મંજૂરી માટે મોકલી આપ્યો હતો, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ કામ અટવાયું છે. આથી કોંગ્રેસે તેમની માંગણીને ન્યાય મળે તે માટે રજુઆત કરી છે, મામલો ચાલી રહ્યો છે.

વડોદરાના મેયરે પણ કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે તેમને ગઈકાલે બોલાવવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિએ ફેબ્રુઆરી 2019માં લેબર કોર્ટના નિર્ણયનો અમલ કરવા માટે 9-6-2020ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજુરી માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. સામાન્ય સભાએ આ કામ 3-12-2020 ના રોજ મુલતવી રાખ્યું છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News