HomeGujaratવડોદરામાં વધુ એક યુવતી ની ઘાતકી હત્યા

વડોદરામાં વધુ એક યુવતી ની ઘાતકી હત્યા

વડોદરા: ત્રિશા સોલંકીની હત્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યારે વડોદરામાંથી ગુમ થયેલી યુવતીની લાશ મળી આવી છે.  વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષની મીરા સોલંકી અને તેણે 12માની પરીક્ષા પાસ કરી હતી, તે માતા-પિતામાંથી એકની એક પુત્રી હતી. મીરાનો મૃતદેહ મળી આવતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મીરાએ તેના પિતરાઈ ભાઈને વોટ્સએપ પર એક સંદેશમાં કહ્યું હતું કે, “હું સંદીપ સાથે છું.” ચિંતા કરશો નહીં, હું રવિવાર સાંજ સુધીમાં ઘરે આવી જઈશ

યુવતી તેના માતા-પિતા સાથે રહેતી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારની દરબાર ચોકડી પાસે આવેલા બળિયાદેવ મંદિર પાસે મીરા નિલેશભાઈ સોલંકી તેના માતા-પિતા સાથે રહેતી હતી. મીરા બે દિવસ પહેલા ઘરેથી નીકળી હતી પરંતુ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં તેણીના પિતા નિલેશભાઈએ માંજલપુર પોલીસ મથકે તેણીના ગુમ થયાની જાણ કરી હતી. મીરા સોલંકીએ તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

sandeep makwana

સંદીપ સોલંકીનો ફોટો

 

મીરાએ તેની બહેનને રવિવારે સાંજે આવવાનો મેસેજ કર્યો

નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં એક ખેતરમાંથી મીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાદ તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મીરાએ તેના કઝીનને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, હું સંદીપની સાથે છું, ચિંતા ન કરો. હું રવિવાર સાંજ સુધીમાં ઘરે પાછી આવીશ. મીરા જૂના પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા નામના યુવક સાથે ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પ્રકરણમાં એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવી જોઈએ.

મીરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હત્યા પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ જાણી શકાશે. મીરાની હત્યા પાછળનું ચોક્કસ કારણ પણ બહાર આવશે.

મીરનો મોબાઈલ પણ ગાયબ

મીરા સોલંકીનો મોબાઈલ પણ ગુમ છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તિલકવાડા અને માજલપુર પોલીસે હત્યા અંગે સંયુક્ત તપાસ શરૂ કરી છે. મીરા સોલંકી જૂના પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે તિલકવાડા ગયા હતા. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. મોડી રાત સુધી તિલકવાડા પોલીસે સંદીપના માતા-પિતા સહિત પરિવારના 4 સભ્યોની પૂછપરછ કરી હતી.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News