HomeGujaratરાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી

રાજકોટઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 (STD:-10,12)ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાની ચિંતાથી પરેશાન વિદ્યાર્થીઓ આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ચોટીલાના ખેડાણા ગામમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે ધોરણ 12ના વિદ્યાર્થીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચોટીલાના ખેડાણા ગામની વિદ્યાર્થિનીએ 28 માર્ચના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને 10 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. સગીરા સણોસરાની એક મોડેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. અને એક ભાઈને એક બહેન હતી. પિતા ખેતી કરે છે અને પરિવારનું ધ્યાન રાખે છે. તેના આ પગલાથી માતા-પિતા સહિત પરિવારમાં શોકનો માહોલ છે.

મૃતકના પિતાના જણાવ્યા અનુસાર ગત 28 માર્ચે ધોરણ-12ની પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. અને ત્યારબાદ પિતાએ કહ્યું કે પિતાજી, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારજનો સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત થયું હતું. અમારા પરિવારના વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગતો હોય તો પરિવારને જાણ કરવા અપીલ છે. જીવન કરતાં કોઈ પરીક્ષા મોટી નથી.

આ પણ વાંચો: લગ્ન માં થયેલી દોસ્તી સગીરા ને ભારે પડી યુવકે મોર્ફ કરેલ ફોટા મોકલી કરી હેરાન

તેમજ એક સપ્તાહ પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતી અને નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. ગઈકાલે પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી અને ક્લાસમાં અભ્યાસ કરતી સગીરા. જો કે આપઘાત પાછળનું કારણ પરિવારને ખબર ન હોવાથી પોલીસે તપાસ યથાવત રાખી છે. એટલું જ નહીં, બે દિવસ પહેલા કોલેજની એક વિદ્યાર્થીનીનું પરીક્ષામાં પેપર નબળું હોવાથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પરીક્ષાના ડરથી માત્ર એક સપ્તાહમાં જ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરવાનો આ ચોથો કિસ્સો છે.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News