બગોદરા: અમદાવાદ જિલ્લાના બાવળા આરટીઓ અધિકારી એચ.એ.પટેલ દર પખવાડિયામાં એક દિવસ કચેરીએ આવતા અનેક અરજદારોને સમયસર કામ ન થતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીની ઓફિસમાં લટકેલા તાળા જોવા મળ્યા ઓફિસમાં ખુલ્લેઆમ લાલિયાવાડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.
બીજી તરફ અરજદારોનું કહેવું છે કે, જાહેર કામો ભારે મુશ્કેલીથી કરવામાં આવી રહ્યા છે અને અરજદારોને ધક્કા ખાવામાં આવી રહ્યા છે. ત્યારે બાવળાતરીયામાં અધિકારીઓના રૂમમાં અનઅધિકૃત લોકો ખુલ્લેઆમ બેસી અરજદારોના દસ્તાવેજો લઇ રહ્યા હોવાની ચર્ચા છે.અરજદારોની કામગીરી સીધી રીતે કરવાને બદલે અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત લોકોને નોકરી પર રાખી કામ કરી રહ્યા છે. . અરજદારો ત્યારે આવા અનઅધિકૃત લોકોને કેમ રાખવા પડે તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે.
એક તરફ કચેરીની દીવાલો પર મોટા અક્ષરો લખવામાં આવ્યા છે કે અનધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ ન કરવો, પરંતુ તેની અમલવારી માટે જવાબદાર અધિકારીઓ જ હોબાળો મચાવતા હોવાની અરજદારોમાં ચર્ચા છે. જો વર્તમાન ચીફ ઓફિસર સમયસર લોકોમાં હાજર રહે.