HomeGujaratસાવધ રહેજો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે

સાવધ રહેજો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે

રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ થયો છે.

content image fb7c7e0c 8694 44b5 8775 357aca3acbd1

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સોમવારે રાજ્યના 153 તાલુકાઓમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના ઉપલેટામાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો મંગળવાર સવારથી 2 કલાકમાં 26 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ખેડાણા કાથાલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો મહીસાગરના સંતરામપુર, કડાણામાં અડધો ઈંચ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે સવારથી જ અંધારું છવાઈ ગયું હતું. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News