ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે સૌથી નીચું તાપમાન નલિયામાં 8.1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટ-ભુજમાં 10 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 12.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું, જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 13 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 4 થી 6 જાન્યુઆરી દરમિયાન પારો 10 ડિગ્રીથી નીચે આવી શકે છે.
ગત રાત્રે નલિયા ઉપરાંત રાજકોટ, ભુજ, પાટણ, ડીસા, ગાંધીનગર, પોરબંદરમાં પણ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી પડી રહી છે. આગામી 3-4 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા ઓછી છે.
ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર
ઠંડુ શહેર
નલિયા 8.1 રાજકોટ 10.0 ભુજ 10.0
ગાંધીનગર 11.4 પોરબંદર 11.6 અમદાવાદ 12.9
કંડલા 13.3 ભાવનગર 13.7 સુરત 14.6
વડોદરા 15.0