HomeGujaratસિવિલમાંથી ભાગેલા આરોપીનો પીછો કરી શાહીબાગથી ઝડપી પાડયો

સિવિલમાંથી ભાગેલા આરોપીનો પીછો કરી શાહીબાગથી ઝડપી પાડયો

શારદાનગરની એક રેસ્ટોરન્ટમાં લોન બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીઓએ વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો. એરપોર્ટ પોલીસ દ્વારા આરોપીને મેડિકલ સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નાસ્તો કરવાના બહાને પોલીસને માર માર્યા બાદ આરોપી રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો. શાહીબાગ પાસેથી પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો.

કેસની વિગત એવી છે કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ વિજયલક્ષ્મીકાંતની શાહીબાગ પોલીસ સ્ટેશનના સરદાનગર આંબાવાડી સર્કલ પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફેનીલ ઉર્ફે મોનુ મનોજકુમાર શ્રીવાસ્તવ રહે આર્લેમેશન અને રીક્ષા ચાલક પીયુષ ગીરીશભાઈ સોલંકી રહે નરોડા વિજય મીલ કવાર્ટર સામે સરદાનગરમાં હોટલ લીઝ પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

આરોપીને ગઈકાલે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.સારવાર બાદ આરોપી પોલીસને માર મારી રિક્ષામાં બેસી નાસી ગયો હતો. પોલીસે અન્ય રિક્ષામાં બેઠેલા આરોપીનો પીછો કરી રાજસ્થાન હોસ્પિટલ રોડ પાસેથી પકડી પાડ્યો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News