HomeGujaratશહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ, અમદાવાદ ભારતમાંથી સી-૪૦ શહેરમાં જોડાનાર છઠ્ઠું શહેર બન્યું

શહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ, અમદાવાદ ભારતમાંથી સી-૪૦ શહેરમાં જોડાનાર છઠ્ઠું શહેર બન્યું

સ્ટીયરીંગ કમિટીએ અમદાવાદ શહેરને સી-40 સીટીમાં સમાવવા માટેની અરજી મંજૂર કર્યા બાદ સી-40 સીટીમાં સમાવિષ્ટ થનારું અમદાવાદ ભારતનું 6મું શહેર બન્યું છે.આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં ક્લાઈમેટ એક્શન યોજના વિકસાવવામાં આવશે.

C-40 એ ક્લાયમેટ ચેન્જ સામે લડવા માટે પ્રતિબદ્ધ વૈશ્વિક મેગા-સિટીઝનું નેટવર્ક છે. આબોહવા પરિવર્તન અંગે વિશ્વના શહેરોને અસરકારક સહાય પૂરી પાડવામાં આવે છે. સી-માં જોડાયા બાદ અમદાવાદ શહેર દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં જોડાનાર દસમું શહેર બન્યું છે. 40 મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરાએ આ માહિતી આપી હતી,અમદાવાદ શહેરને આપવામાં આવેલી મંજૂરી એ શહેર દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં થઈ રહેલા પ્રયાસોની માન્યતા છે. અમે વૈશ્વિક શહેરો સાથે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે લેવામાં આવતા ભાવિ પગલાઓ વિશે જાણકારી શેર કરીશું.

C-40ના પ્રમુખ સાદિક ખાને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ સાથે કામ કરવા ઉત્સુક છે, અમદાવાદને C-40માં જોડવા બદલ ગર્વ છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News