HomeGujaratઉપરાષ્ટ્રપતિની હાજરીમાં આજે સુરતમાં નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ

ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં આજે સુરતમાં નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ

ગુજરાતમાં આયોજિત 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ આજે સુરતમાં યોજાશે. સાંજે 5 કલાકે યોજાનાર સમાપન સમારોહ ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીની સાથે મંત્રીઓ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહેશે.

ગુજરાતમાં યોજાયેલી ’36મી નેશનલ ગેમ્સ’માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 7500 જેટલા ખેલાડીઓએ 36 રમતોમાં ભાગ લીધો હતો. કુલ 1100 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની સ્પર્ધા કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સનું આજે સમાપન થયું હતું અને સમાપન સમારોહ માટે સુરતની પસંદગી કરવામાં આવી હતી.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ હાજર રહેશે. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 2000 ટેકનિકલ સ્ટાફ અને 2500થી વધુ સ્વયંસેવકોએ મદદ કરી હતી. ‘ફીટ ઈન્ડિયા’ અભિયાનને અમલમાં મૂકવા માટે અધિકારીઓ, ખેલાડીઓ અને નાગરિકો હાજર રહેશે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News