આખરે રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે રાજ્યના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું હતું.
રાજ્યના નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો 11.9 ડિગ્રીએ પહોંચી ગયો છે. ભુજમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનનો પારો સાત ડિગ્રી ઘટીને 12.8 ડિગ્રીએ પહોંચ્યો છે. કડવી ઠંડીનો પારો મહવામાં 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 13.6 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. અમરેલી અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચી ગયો છે.
જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં પારો 14.7 ડિગ્રીએ પહોંચી ગયો છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તાપમાનનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી, વેરાવળમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે.