રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન ન થવા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે એવો કાયદો છે કે દ્વિચક્રી વાહન ચાલક અને પીલિયન સવાર માટે હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલ કરી રહી નથી. હાઈકોર્ટે આ મામલે સંજ્ઞાન લેવું જોઈએ. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો હેલ્મેટ વિના ફરતા હોવાના મુદ્દે ચીફ જસ્ટિસના ધ્યાને આવ્યા બાદ કોર્ટ સંજ્ઞાન લઈ શકે છે તેમ પણ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું.
કોર્ટના અવલોકનો બાદ, અમદાવાદમાં એબીપી અસ્મિતાના ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે લોકો હેલ્મેટ ન પહેરવા પાછળ ઘણા બાહ્ય કારણો દર્શાવી રહ્યા છે. ઘણા અમદાવાદીઓએ તો એમ પણ કહ્યું કે તેઓ વર્ષોથી ટુ વ્હીલર ચલાવે છે પણ તેઓ જાણતા નથી કે હેલ્મેટ માટે પણ કોઈ નિયમ છે!!! ટુ-વ્હીલરનું લાયસન્સ લેતી વખતે લેવાયેલી પરીક્ષામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું કહેવાય છે, પરંતુ કાયદાના ભંગ છતાં સરકાર બેદરકારી દાખવતી હોવાનું બહાર આવ્યું છે.