આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને વિશ્વ કપ વિજેતા લિયોનેલ મેસીને પુરૂષ વર્ગમાં ફિફાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે મહિલા વર્ગમાં આ પુરસ્કાર સ્પેનની એલેક્સિયા પુટેલાસને મળ્યો હતો. એલેક્સિયા પુટલેસે વર્ષ 2022માં બેલોન ડી’ઓર જીત્યો હતો.
મેસ્સીએ પેરિસના સાલે ખાતે સમારોહ દરમિયાન કહ્યું હતું કે આટલા લાંબા સંઘર્ષ અને આટલી મહેનત પછી મારા સપનાને સાકાર કરવું મારા માટે મોટી વાત છે.
What a night! 😍
Congratulations to all the winners at this year’s #TheBest FIFA Football Awards 🏆
Find out who won in each category at the awards ceremony in Paris:
— FIFA (@FIFAcom) February 27, 2023
જોકે ફ્રાન્સના એમ્બાપ્પે પણ આ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. પરંતુ મેસીએ તેને અહીં પણ હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીને સૌથી વધુ વોટ મળ્યા હતા.
આ દરમિયાન મેસ્સીએ કહ્યું કે આ મારી કારકિર્દીની સૌથી સુંદર વસ્તુ છે. તે દરેક ખેલાડીનું સપનું હોય છે અને બહુ ઓછા લોકો તેને હાંસલ કરે છે. ભગવાનનો આભાર હું તે કરી શક્યો.
Lionel Messi won The Best FIFA men’s player prize for 2022 on Monday on the back of his World Cup triumph with Argentina, while Spain’s Alexia Putellas retained the women’s award at a ceremony in Paris.https://t.co/2USbPVuwhP
— AFP News Agency (@AFP) February 27, 2023
મેસ્સીના દેશબંધુ લિયોનેલ સ્કેલોનીએ વર્ષનો સર્વશ્રેષ્ઠ કોચ અને એમિલિયાનો માર્ટિનેઝને કીપર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો. તેમના સમર્થકોએ શ્રેષ્ઠ ચાહકોનો એવોર્ડ પણ જીત્યો, જ્યારે ઈંગ્લેન્ડે મહિલા યુરો 2022 કપ જીત્યો.
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઇનલમાં મેસ્સીના આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી પર 4-2થી હરાવ્યું.