HomeGujaratદોડતી કારમાં આગ, દંપતીનો આબાદ બચાવ

દોડતી કારમાં આગ, દંપતીનો આબાદ બચાવ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે. તાપમાન વધવાની સાથે વાહનોમાં આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. કપડવંજ નજીક આંટીસર નજીકથી પસાર થતી વખતે કારમાં આગ લાગી હતી. કારમાં બેઠેલા દંપતીનો આગમાંથી આબાદ બચાવ થયો હતો.

કપડવંજ તાલુકાના આંટીસર નજીક લાડવેલ પાંખિયા રોડ પર ગુરુવારે બપોરે પસાર થતી કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતાં કારમાં સવાર દંપતીએ પોતાનો જીવ બચાવ્યો હતો.

દંપતીએ તેમની કાર રોડની બાજુમાં પાર્ક કરી અને કારમાંથી બહાર નીકળી ગયા. કારના બોનેટમાં આગ લાગી હતી અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા. જેના કારણે થોડો સમય રસ્તો બ્લોક થઈ ગયો હતો.

બનાવની જાણ કપડવંજ ફાયર બ્રિગેડને થતાં કપડવંજ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ વિરાટનગર હત્યા કેસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીરાણા પાસે આગ લાગી હતી. પીપલાજ પીરાણા રોડ પર આવેલ મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ (ગોડવાન)ના કાપડના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજિત 500 ટન કપડામાં આગ લાગી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર બ્રિગેડ દ્વારા ગોડાઉનમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, વહેલી સવારે 4 વાગ્યે પીપલાજ પીરાણા રોડ પર આવેલ મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. 1 ફાયર બ્રિગેડ, 8 ગજરાજ, 24 ફાયર બ્રિગેડના જવાનો, 2 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને 1 ડિવિઝનલ ઓફિસર સહિતની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News