HomeGujaratભાવનગરમાં ફટાકડા ફોડવા દરમિયાન ચાર બાળકો દાઝી ગયા હતા

ભાવનગરમાં ફટાકડા ફોડવા દરમિયાન ચાર બાળકો દાઝી ગયા હતા

ભાવનગર : દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાવનગરમાં પણ વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના ચિત્રા અખલોલ જકાતનાકા પાસે ફટાકડા ફોડતા ઈન્દિરાનગર વિસ્તારના ચાર બાળકો દાઝી ગયા છે. તમામ બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના ચિત્રા અખલોલ જકાતનાકા પાસે ઈન્દિરાનગર વિસ્તારના ચાર બાળકો ફટાકડા ફોડતા દાઝી ગયા હતા. આ તમામ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બાળકોના નામ નીચે મુજબ છે. કિશન મકવાણા (5 વર્ષ), વિક્રમ મકવાણા (7 વર્ષ), યુવરાજ મકવાણા (5 વર્ષ), ધ્રુવ મકવાણા (6 વર્ષ) નામના માસૂમ બાળકોએ ફટાકડા ફોડીને આગ ચાંપી હતી. હાલ તમામ બાળકોની સારવાર બન્સ વોર્ડમાં ચાલી રહી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News