ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે લગ્નમાં જઈ રહેલા પરિવારને રાજકોટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં સાસુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે રીફર કરાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરનો પરિવાર મોડી રાત્રે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં કારમાં જઈ રહ્યો હતો. દરમિયાન કાર ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે કાર ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાતા કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર પાંચ પૈકી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. જ્યાં એક બાળકનું મોત થયું છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં સાસુ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળક અને એક વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.