ગાંધીનગર ગુજરાતમાં સરકારી ભરતીમાં થયેલા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરવા બદલ આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર પોલીસ દ્વારા પોલીસ કર્મચારી (ગાંધીનગર પોલીસ) સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુવરાજ સિંહ વિરુદ્ધ કલમ 332 અને 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આવામાં યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. યુવરાજ સિંહે પોલીસ પર ગાડી ચલાવી હોવાની સમગ્ર ઘટના તેની કારના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગાંધીનગર પોલીસે યુવરાજ સિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ અંગે ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યું હતું કે યુવરાજસિંહ રાજ્યના શિક્ષણ સહાયકો સાથે વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહને રોકવામાં આવ્યો હતો. આ પછી તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી અને પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે યુવરાજ સિંહની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચાર
જામનગર જિલ્લામાં તાપમાનનો પારો ઉચકાતાં ગરમીનો પ્રકોપ: 38 ડીગ્રી તાપમાન