ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે ઉમેદવારોને ટિકિટ મળશે તેમને ફોન પર સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહીં પરંતુ ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટણી લડશે. ભાજપ શંભુજી ઠાકોરની જગ્યાએ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. અલ્પેશને ઓબીસી બહુમતી બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પ્રચારની જવાબદારી અલ્પેશ ઠાકોરને સોંપવામાં આવી છે. લવિંગજી ઠાકોર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ ઉપરાંત હાર્દિક પટેલ વિરગામ બેઠક પરથી ચૂંટણી લડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલ, અંજારથી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાનું નામ નક્કી થઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 2 ડિસેમ્બરે થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે ઉમેદવારોને ટિકિટ મળશે તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે. ઉમેદવારોને દિલ્હીથી મોડી રાત્રે ફોન કરીને જાણ કરવામાં આવી છે.