HomeGujaratGujarat Govt : ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક વર્ષ પૂર્ણ, આજે ગુજરાતમાં મોટા...

Gujarat Govt : ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક વર્ષ પૂર્ણ, આજે ગુજરાતમાં મોટા રોકાણની થશે જાહેરાત

ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક વર્ષ

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. તત્કાલિન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગુજરાતમાં સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ શરૂ થશે દુનિયાની નજર સેમિકન્ડક્ટર પર છે.

આજે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત થશે. આ એમઓયુ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. અમદાવાદમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન માટે રોકાણ કરવામાં આવશે. 20 અબજ ડોલર એટલે કે કુલ 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ. અમદાવાદ જિલ્લામાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન માટે ઉત્પાદન એકમ સ્થાપવામાં આવશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News