HomeGujaratવેજ અને નોનવેજથી મોંઘવારી ઘટશે કે રાજનીતિ વધશે?

વેજ અને નોનવેજથી મોંઘવારી ઘટશે કે રાજનીતિ વધશે?

  • ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં જાહેરમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 

 કોને કેટલો ફાયદો

હાલમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં જાહેરમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો જાણીએ કે આ નિયમ છે શું? અને આ નિયમથી કોને કેટલો ફાયદો મળે છે?

દુકાન સીલ કરવામાં આવશે?

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેને જે ખાવું હોય એ ખાઈ એમાં અમારી કોઈ ખાસ રુચિ નથી પરંતુ ટ્રાફિકના નિયમોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલનો જવાબ છે કે જાહેરમાં માસ, મટન, મચ્છીને કારણે લોકોની સુરુચિનો ભંગ થાય છે અને નાગરિકોને તેના કારણે મુશ્કેલી પડે છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે વિસંગતતા જવાબ સરકાર અને પ્રશાસનથી મળવામાં આવેલ છે. પરંતુ નિયમ એવું કહે છે કે કોઇપણ જાહેર જગ્યાએ માંસ, મચ્છી, મટન કે ઈંડા નું વેચાણ નહીં થઈ શકે. આ વેચાણ કોઈ બંધ જગ્યાએ થઈ શકશે પરંતુ એના માટે લાઇસન્સ લેવું જરૂરી છે. અને તેના નિયમો પાળવા જરૂરી છે જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો દુકાન સીલ કરવામાં આવશે. અને આનાથી એવું ગણી શકાય કે આવનારા સમયમાં નોનવેજ વસ્તુઓનો ભાવવધારો થાય. કારણ કે આ ઘણી બધી જગ્યાએ વેચાણ બંધ થઈને અમુક લિમિટેડ જગ્યાએ થઈ શકે છે.

નિષ્ફળતા છૂપાવી શકે?

વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા છે કે આ નિર્ણયથી સરકાર પોતાના રાજનૈતિક ફાયદો જોઈ રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવો નિર્ણયો લઈ રહી છે. આ નિર્ણય પાછળ ફક્ત અને ફક્ત રાજનીતિ છે. આનાથી ગરીબ માણસોને અને ગરીબ લારીવાળાઓને ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે. વિપક્ષ દ્વારા  આ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફક્ત મુખ્ય મુદ્દાઓને ભટકાવવા માટેની રાજનીતિ છે. મુખ્ય મુદ્દા માટે ધ્યાન ભટકાવી સરકાર વેજ અને નોનવેજ તરફ આ વાતને લઈ જાય છે, જેથી તેમનો ફાયદો થઈ શકે અને તે પોતાની નિષ્ફળતા છૂપાવી શકે. આ  નિર્ણયથી કયા પક્ષને  ફાયદો થઈ શકે છે એ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે લોકોને કેવી હાલકી નો સામનો કરવો પડે?

૪૦ ટકા લોકો નોનવેજ ખાય છે?

ગુજરાતમાં ૪૦ ટકા લોકો નોનવેજ ખાય છે. મહિલાઓમાંથી ૩૮ ટકા મહિલાઓ નોનવેજ ખાય છે તેવું એક ખાસ સર્વેમાંથી જાણી શકાયું છે. અને ખાસ વાત એ પણ જોવાની રહેશે કે શું આ નિર્ણયથી લોકોની મોંઘવારી અને જે મૂળભૂત સુવિધા છે તેમાં કોઈ ફરક પડશે કે ફક્ત રાજનીતિ માં વધારો થશે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News