HomeGujaratGujarat Rain: રાજ્યમાં ફરી વરસશે ધોધમાર વરસાદ, આ જિલ્લાઓમાં વરસાદના કારણે જાહેર...

Gujarat Rain: રાજ્યમાં ફરી વરસશે ધોધમાર વરસાદ, આ જિલ્લાઓમાં વરસાદના કારણે જાહેર કર્યું રેડ એલર્ટ

આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News