બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને લઈને કરવામાં આવેલી ટિપ્પણીની જોરદાર ચર્ચા થઈ રહી છે. ભાજપના મજબૂત નેતાની છબી સાથે ગડકરીના શબ્દો કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રોત્સાહન દર્શાવે છે.
એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે લોકશાહી માટે મજબૂત કોંગ્રેસની ખૂબ જ જરૂર છે. તેઓ ઇચ્છે છે કે સતત ચૂંટણી હારતી રહેલી કોંગ્રેસ ફરીથી તાકાત મેળવે અને પાર્ટીના નેતાઓને નિરાશ થઈને પાર્ટી છોડવા ન દે.
ગડકરીએ એમ પણ કહ્યું કે નબળી કોંગ્રેસ એટલે પ્રાદેશિક પક્ષો મુખ્ય વિપક્ષી પાર્ટીનું સ્થાન લઈ રહ્યા છે જે સારો સંકેત નથી.
ગડકરીએ કહ્યું, “લોકશાહી બે પૈડાં પર ચાલે છે – સત્તા અને વિરોધ. લોકશાહી માટે મજબૂત વિરોધ જરૂરી છે, તેથી હું ઈચ્છું છું કે કોંગ્રેસ મજબૂત બને. જવાહરલાલ નેહરુ તેનું ઉદાહરણ છે. અટલ બિહારી વાજપેયી લોકસભાની ચૂંટણી હારી ગયા ત્યારે પણ નેહરુએ તેમનું સન્માન કર્યું હતું.
અન્ય સમાચાર
- વનરક્ષક પરીક્ષાનું પેપર લીક નહીં પરંતુ કોપી કેસ થયાનો સરકારનો દાવો
- ગુજરાત AAP અને BTP નેતાઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે