ICC મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર 2022: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી છે. બાબર આઝમને ICC દ્વારા જાહેર કરવામાં આવેલી 2022 ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગયા વર્ષે સુકાનીપદ સિવાય બાબર આઝમે વનડેમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. ભારતના શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજે પણ ICC મેન્સ ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ ODI ટીમની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ દેશના બેથી વધુ ખેલાડીઓ સામેલ નથી. ICC ટીમ ઓફ ધ યરમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન ODI ક્રિકેટમાં તેમની બેટિંગ, બોલિંગ અથવા ઓલરાઉન્ડ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.
🌟 Unveiling the ICC Men’s ODI Team of the Year 2022 🌟
Does your favourite player make the XI? #ICCAwards | Details 👇
— ICC (@ICC) January 24, 2023
વર્ષ 2022 ની શ્રેષ્ઠ ODI ટીમ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી મેન્સ ઓડીઆઈ ટીમમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને ભારતના બે-બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે.
ICC શ્રેષ્ઠ ODI ટીમ
બાબર આઝમ (કેપ્ટન, પાકિસ્તાન), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા), શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ), શ્રેયસ ઐયર (ભારત), ટોમ લાથમ (વિકેટકીપર, ન્યુઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), મહેંદી હસન (બાંગ્લાદેશ), અલઝારી જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ) ), મોહમ્મદ સિરાજ (ભારત), ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ), એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા).
બાબર આઝમનું શાનદાર પ્રદર્શન
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ICC ટીમ ઓફ ધ યર 2022નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગત વર્ષે ટીમની કેપ્ટનશીપ ઉપરાંત તેણે શાનદાર બેટિંગ પણ કરી હતી. વર્ષ 2022 માં, બાબરની કેપ્ટન્સીમાં, પાકિસ્તાને 9 મેચ રમી હતી, જેમાંથી તે 8 જીતી હતી અને 1 હારી હતી. ગયા વર્ષે પાકિસ્તાનની ODI જીતવાની ટકાવારી 88.88 હતી. વર્ષ 2022માં બાબરે 9 મેચની તમામ ઇનિંગ્સમાં 679 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. બાબર આઝમનો ગયા વર્ષે ODI ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 114 રન હતો.