HomeGujaratબોર્ડની પૂરક પરીક્ષાની માર્કશીટ લઇ જવામાં 50 સ્કૂલોની આળસ

બોર્ડની પૂરક પરીક્ષાની માર્કશીટ લઇ જવામાં 50 સ્કૂલોની આળસ

12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પણ 50 શાળાઓ એવી છે કે નોટિસ પાઠવ્યા બાદ પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આવીને વિદ્યાર્થીઓની માર્કશીટ લઇ ગયા નથી. આગામી દિવસોમાં આ શાળાઓ સામે કાર્યવાહી થાય તેવા અહેવાલ છે.

12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ. એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા લીધા બાદ બોર્ડે ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામ બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓને માર્કશીટ લેવા માટે બોલાવવામાં આવી હતી. જેમાંથી 75 શાળાઓમાં વિદ્યાર્થીઓના પરિણામ લેવા આવ્યા ન હતા. જે બાદ આખરે ડીઈઓએ 75 શાળાઓને પરિણામ લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ અલ્ટીમેટમના કારણે 25 જેટલી શાળાઓએ પરિણામ લીધું હતું.

આજદિન સુધી 50 શાળાઓએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ લીધી નથી. તેથી આગામી દિવસોમાં આ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શાળાઓમાં મોટાભાગની શાળાઓ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે. અને આ શાળાઓમાં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથી તેઓ પરીક્ષા આપવા આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ડીઇઓ દ્વારા ઓનલાઈન શાળાઓના નામો અંગે અલ્ટીમેટમ આપ્યા બાદ પણ ખબર ન પડે તેવી શકયતા છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News