ખેડા: કપડવંજમાં એક પરિવારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતાં ચકચાર મચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાડવેલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પરિવારે ઝંપલાવ્યું હતું. પતિ-પત્ની અને બે બાળકોએ એકસાથે કેમ કેનાલમાં ઝંપલાવ્યું તેની માહિતી મળી શકી નથી. સ્થાનિક લોકોએ દોરડું ફેંકીને યુવકને બચાવ્યો હતો. જો કે હાલ યુવક ક્યાં છે તે અંગે કોઈ માહિતી નથી. સાથે જ કેનાલમાં મહિલા અને બે બાળકોના ડૂબી જવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલ તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે.