HomeGujaratસુરત માં અસામાજિક તત્વો એ યુવતીની છેડતી કરતા ઠપકો આપતા જાહેરમાં...

સુરત માં અસામાજિક તત્વો એ યુવતીની છેડતી કરતા ઠપકો આપતા જાહેરમાં વ્યક્તિને રહેશી નાખ્યો, પોલિસી ની પકડ થી બહાર

સુરતના પર્વતગામ નજીક મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરવા બદલ અસામાજિક તત્વોને ઠપકો આપવામાં આવ્યો હતો. જેથી ઠપકો આપનાર પિતા પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને વૃદ્ધને 20થી વધુ ઘા માર્યા હતા. આટલું જ નહીં વૃદ્ધ પિતાની નજર સામે જ હુમલાખોરોએ પુત્રને અનેક ઘા માર્યા હતા અને હવે તેહોસ્પિટલ માં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હુમલાખોરો ની એવી ધાક છે કે સુરત પોલીસ પણ હજુ સુધી તેમને પકડી શકી નથી.

યુવતીની છેડતી બાબતે હત્યા

લિંબાયત પોલીસે જણાવ્યું કે આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. શિવભાઈ ભોજુભાઈ નિકમ તેમના પુત્ર યશવંત અને એક મિત્ર સાથે કાપડ માર્કેટ માંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા , ઘર પાસે નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજિક તત્વો એક યુવતીને છેડતા હતા. શિવભાઈની મધ્યસ્થી કરી ઠપકો આપ્યો હતો બાદમાં તેઓ પર હુમલો કરી પિતા-પુત્રને માથામાં માર માર્યો હતો.

મૃતક મહારાષ્ટ્રનો રહેવાસી છે

સંબંધીઓએ જણાવ્યું કે શિવભાઈ મહારાષ્ટ્રના વતની છે અને કાપડ માર્કેટમાં કામ હતા. 20 વર્ષ પહેલા પત્નીને છૂટાછેડા આપ્યા બાદ તે પુત્ર સાથે પર્વતગામ માં જ રહેતા હતા હતો. તેમની ઘાતકી હત્યા અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે સુરતમાં માત્ર નિર્દોષ લોકોની હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરી લઈને ફરતા હોય છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવભાઈના મૃત્યુ માટે પોલીસ જવાબદાર છે.

હોસ્પિટલમાં લાવવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો

હુમલાખોરો એ તેમના પુત્રને તેમની નજર સામે જ ચપ્પુના ઘા મારનાર હુમલાખોરો ને અટકાવવાનો પ્રયાસ કરી રહેલા શિવભાઈને 20થી વધુ ઘા વાગતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત શિવભાઈ અને તેમના પુત્રને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને શિવભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તપાસમાં 3-4 હુમલાખોરો હોવાનું બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News