બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ IND VS AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાલામાં રમાવાની હતી, પરંતુ હવે ઈન્દોરમાં રમાશે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે
NEWS – Venue for third Test of the @mastercardindia Australia tour of India for Border-Gavaskar Trophy shifted to Indore from Dharamsala. #INDvAUS
More details here – https://t.co/qyx2H6N4vT pic.twitter.com/N3W00ukvYJ
— BCCI (@BCCI) February 13, 2023
સ્થાન શા માટે બદલાયું હતું
ગત મહિને ધર્મશાળાના સ્ટેડિયમમાં નવી ડ્રેનેજ સિસ્ટમ લગાવ્યા બાદ આઉટફિલ્ડને સુધારવાનું કામ ચાલી રહ્યું હતું, જે સમયસર પૂર્ણ થઈ શક્યું ન હતું.
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર અઢી દિવસમાં પુરી થઈ ગઈ હતી. ભારતે એક ઇનિંગ અને 132 રનથી જીત મેળવી હતી.
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1લી માર્ચ 2023થી 5મી માર્ચ 2023 દરમિયાન ઈન્દોરમાં રમાશે. અગાઉ આ મેચ ધર્મશાલામાં રમાવાની હતી.
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી 13 માર્ચ 2023 દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.