HomeGujaratIND vs AUS Test: રોહિત શર્મા તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય...

IND vs AUS Test: રોહિત શર્મા તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કપ્તાન

 

ભારત વિ ઓસ્ટ્રેલિયા: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. રોહિતે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે સદી ફટકારતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે ત્રણેય ફોર્મેટ (ODI, ટેસ્ટ અને T20)માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. રોહિત પહેલા બાબર આઝમ, દિલશાન અને ફાફ ડુ પ્લેસિસ આ રીતે સદી ફટકારી ચૂક્યા છે.

નાગપુર ટેસ્ટના પહેલા દિવસે ગુરુવારે ઓસ્ટ્રેલિયન ટીમ 177 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. મેચના બીજા દિવસે શુક્રવારે રોહિતે ભારત માટે સદી ફટકારી હતી. લખાય છે ત્યારે તેણે 180 બોલમાં 105 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગમાં 14 ફોર અને 2 સિક્સ સામેલ હતી. રોહિતની સદી બાદ આખો ડ્રેસિંગ રૂમ ઊભો થઈ ગયો અને તાળીઓ પાડવા લાગ્યો.

રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. તેના પહેલા વિશ્વ ક્રિકેટના ત્રણ ખેલાડીઓ આ કરી ચુક્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ફાફ ડુ પ્લેસિસ અને દિલશાન પણ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.

ભારતે ઇનિંગ્સના અંત સુધી પાંચ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે રોહિત સાથે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હાજર છે.

Women’s T20 WC: 12 ફેબ્રુઆરીએ રમાશે ભારત-પાકિસ્તાન મેચ, જાણો શું કહે છે આંકડા?

મહિલા T20 વર્લ્ડ કપ આજથી (10 ફેબ્રુઆરી) શરૂ થઈ રહ્યો છે. યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પ્રથમ મેચમાં આમને-સામને થશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે ભારત સામે પાકિસ્તાનનો પડકાર રહેશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે.

ગ્રુપ-બીમાં ભારત અને પાકિસ્તાન છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પણ છે. પાંચ ટીમોના આ જૂથમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. એ જ રીતે ગ્રુપ-એમાં 5 ટીમો છે જેમાંથી બે ટીમોને સેમિફાઇનલની ટિકિટ મળશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર પણ ઉપલબ્ધ હશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News