IND vs SL, 1st ODI , ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વનડે રમાઈ રહી છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતના ઓપનર રોહિત શર્મા (51 બોલમાં 61) અને શુભમન ગિલ (45 બોલમાં 46)એ 16 ઓવરમાં 108 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત કરી હતી.
આ સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ વનડેમાં 100 કે તેથી વધુ રનની 27મી ભાગીદારી નોંધાવી છે. રોહિતે ધવન સાથે 18 વખત, કેએલ રાહુલ સાથે 5 વખત, અજિંક્ય રહાણે સાથે ત્રણ વખત અને ગિલ સાથે પ્રથમ વખત આ કારનામું કર્યું છે.
That’s a brilliant 50-run partnership between @ImRo45 & @ShubmanGill 💥💥
Live – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/nrIvQ6gdVK
— BCCI (@BCCI) January 10, 2023
આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ