HomeGujarat200 થી વધુ વન કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

200 થી વધુ વન કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

સુરેન્દ્રનગર: ગ્રેડ-પે, રજાનો પગાર, પોલીસને મળતા લાભો વગેરેની માંગણી માટે ફોરેસ્ટ રેન્જર્સ, ફોરેસ્ટ ગાર્ડ સહિતના વન વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના 200 થી વધુ વનકર્મીઓએ ભાગ લીધો છે.

આ કર્મચારીઓ હડતાળ પર જવાના કારણે જિલ્લાના જંગલો, ઘાસના મેદાનો, ઘુડખર અભયારણ્યનો નાશ થયો છે. જો પશુઓના શિકાર, જંગલોમાં ખનીજ ચોરી, વૃક્ષો કાપવા જેવી ઘટનાઓ બને તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. વનકર્મીઓના પ્રશ્નોનો સૌહાર્દપૂર્વક ઉકેલ લાવવાને બદલે સરકારે પોલીસ તંત્રના કર્મચારીઓને જંગલોના રક્ષણ માટે ફાળવવાનો પત્ર જારી કર્યો છે. દીપડો કૂવામાં પડયો કે ઘેટા કેનાલમાં પડી ગયા તો પોલીસ તેને કાઢવા જશે તેવું વનકર્મીઓ પૂછી રહ્યા છે.

રાજ્યના કેબિનેટ વન મંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના છે, ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ પણ સુરેન્દ્રનગરના છે અને બંનેના પ્રશ્નોનો સૌહાર્દપૂર્ણ ઉકેલ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News