HomeGujaratઅમરોલીના એક જ મહોલ્લાની પાંચ મહિલાના મોર્ફ ફોટો ઇન્સ્ટા પર અપલોડ કરનાર...

અમરોલીના એક જ મહોલ્લાની પાંચ મહિલાના મોર્ફ ફોટો ઇન્સ્ટા પર અપલોડ કરનાર વિધર્મી યુવાન પકડાયો

અમરોલી-ઉતરન વિસ્તારમાં રહેતી એક કન્યા અને ચાર યુવતીઓ સહિત પાંચ લોકોના મોર્ફ ફોટા અપલોડ કરીને ટેક્નિકલ સર્વેલન્સના આધારે નકલી આઈડી બનાવનાર અને અભદ્ર ટિપ્પણી કરનાર વિધર્મી યુવક સામે અમરોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચહેરો

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સુરતના અમરોલી-ઉતરન રોડ વિસ્તારમાં રહેતી દિક્ષા (ઉં.વ. 20નું નામ બદલ્યું છે) ઉપરાંત ચાર યુવતીઓ પ્રવીણા, અવની, રોશની અને અનિતા (તમામ) સાથે છેડછાડ કરવામાં આવી છે. અભદ્ર ફોટા અને મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નવાબ નામના વિધર્મીના નકલી આઈડી પર એક જ વિસ્તારની પાંચ મહિલાઓના મોર્ફ ફોટા અપલોડ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. દીક્ષાએ પખવાડિયા પહેલા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણ દિવસ પહેલા નકલી આઈડીથી ફોટો અપલોડ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફેક આઇડી થકી મોર્ફ ફોટો અપલોડ કરનાર અંસાર મુખ્તાર શેખ ( ઉ.વ.24, રહે.310, નવા કમેલા, સંજયનગર, ઉમરવાડા, સુરત ) ને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News