HomeGujaratજામનગરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ ટીમો સાથે...

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ ટીમો સાથે ઝુંબેશ હાથ ધરાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને ચાર અલગ-અલગ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે, અને ઢોરોને પકડવા માટે રાઉન્ડ ધ કલોક ડ્રાઈવ કરવામાં આવી છે. ચાલુ માસ દરમિયાન 25 દિવસમાં 129 રખડતા ઢોર પકડીને ઢોરખાનામાં મુકવામાં આવ્યા છે.

content image acc3c578 9b9a 4a6b b1de 6871e7e06ebd

હાલમાં શહેરી વિસ્તારોમાં રખડતી ગાયોને પકડવાની ઝુંબેશ બે અલગ-અલગ પાળીમાં ચાર ટીમો ચલાવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ ખાનગી ઢોર માલિકોને તેમના ઢોરને રસ્તા પર રખડવા ન દેવા માટે આખરી ચેતવણી આપી છે અને જો આવા ઢોરને રસ્તા પર છોડી દેવામાં આવશે તો તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરવામાં આવશે.

content image fd59d22a 512b 4e35 b13e 6d29b54c9dcc

જેના માટે ત્રણ કર્મચારીઓ સુનિલ ભાનુશાલી, રાજભા ચાવડા અને યુવરાજસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. કર્મચારીઓની ટીમે આજે સવારથી શહેરના વિવિધ વિસ્તારોના ખાનગી પશુપાલકોને આખરી ચેતવણી આપી છે. અને જો તેમના ઢોર રસ્તા પર રઝળતા જોવા મળે તો પણ ઢોરને પકડીને ડબ્બામાં મુકવામાં આવશે. જે બાદ પોલીસ ફરિયાદમાં પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી આખરી ચેતવણી આપવામાં આવી છે.

જામનગર શહેરમાંથી 82 રખડતી ગાયોને પકડીને બેડેશ્વર વિસ્તારમાં ગૌશાળામાં રાખવામાં આવી છે, જ્યારે શહેરમાંથી કુલ 285 ગાયો જપ્ત કરવામાં આવી છે, અને તે તમામને હવે રણજીતસાગર રોડ પરના ગૌશાળામાં રાખવામાં આવી છે. હાલમાં લમ્પી વાયરસના કારણે ઢોરને પાંજરામાં પહોંચાડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જે બાદ બાકી રહેલા તમામ ઢોરને મુક્ત કરીને અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News