HomeGujaratઉ.ગુ.માં 24 કલાક દરમિયાન 20 તાલુકામાં હળવા ઝાપટાં

ઉ.ગુ.માં 24 કલાક દરમિયાન 20 તાલુકામાં હળવા ઝાપટાં

ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે 20 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ જિલ્લાના 20 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જ્યારે 13 તાલુકામાં મેઘરાજાએ તાળીઓ પાડી હતી. મહેસાણા જિલ્લાના જોટાણામાં સૌથી વધુ બે ઈંચ, સરસ્વતી, કડી અને ચાણસ્મામાં અડધો ઇંચ અને 14 તાલુકામાં 1 થી 8 મી.મી.

ઉત્તર ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પાટણ જિલ્લાના 9 માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને પાંચ સૂકા રહ્યા હતા. મહેસાણા જિલ્લાના 10 તાલુકામાંથી 7માં વરસાદ બાદ 3 તાલુકામાં મેઘરાજાએ તાળીઓ પાડી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 9 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે પાંચ તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં જોટાણામાં સૌથી વધુ બે ઈંચ અને પાટણમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, દાંત, પાલનપુર, લાખણી અને વડગામમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. સરસ્વતી,
કડી અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠામાં 71 ટકા વધુ , મહેસાણામાં 14 ટકા ઓછો વરસાદ

ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, જો મહેસાણા અને પાટણ જિલ્લાના વરસાદનું વિશ્લેષણ કરવામાં આવે તો ગત વર્ષે 1 જૂન 2021 થી 17 જુલાઈ 2021 સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 273.8 મીમી વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીમાં આ વર્ષે 1 જૂનથી 17 જુલાઇ સુધીમાં 469.1 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે 71 ટકા વધુ વરસાદ થયો છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 161.5 મીમી વરસાદની સામે આ વર્ષે 187.2 મીમી વરસાદ સાથે 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 219.7 મીમીની સરેરાશની સરખામણીએ 189.3 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News